Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમદાવાદમાં ફેસબુક મિત્રના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચરી બ્લેકમેલ કરી એસિડ ફેંકવા અને અપહરણની ધમકી આપતા પગલું ભર્યું :હૈદરઅલી કુરેશી વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ :અમદાવાદમાં એક યુવકે ફેસબુક મિત્રના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બહાર આવ્યું છે મળતી વિગત મુજબ  ફેસબુકના માધ્મયથી યુવકે તેના ફેસબૂક પરથી મિત્રતા કરી હતી. પરંતુ ફેસબુકથી મિત્રતા કરી યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ સાથે જ વીડિયો કિલીપ જાહેર કરવાની અવારનવાર ધમકી આપવામાં આવતી હતી
  આ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું. આ સાથે જ એસિડ ફેંકવા અને અપહરણની પણ ધમકી આપવામાં આવી રહી હતી
 આ ધમકી હૈદરઅલી કુરેશી નામની વ્યક્તિ આપી રહી હતી. જેથી કંટાળીને અંતે યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે હૈદરઅલી કુરેશી નામની વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)