Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ખેડૂતોને ખુશખબરી :રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ અપાશે:બજેટની જાહેરાતનો અમલ શરૂ

અમદાવાદ ;રાજ્યના ખેડૂતો માટે ખુશખબરી આવી છે રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. રાજ્ય સરકરા દ્વારા બજેટમાં કરવામાં આવેલી જાહેરને પૂર્ણ કરવામાં આવી રહી છે.

   નાબાર્જ ક્રેડિટ પોલીસ મુજબ રાજ્યની તમામ બેંકો ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ આપશે. જે ખેડૂત સમયસર પાક ધિરાણ ભરપાઇ કરે છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજની ચૂકવણી કરવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી ગુજરાત વિધાનસભામાં વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણામંત્રી તરીકે પાંચમી વખત રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં ખેડૂતો માટે લ્હાણી વર્સાવી હતી. બજેટમાં પ્રેશર સિંચાઈ પદ્ધતિ માટે 15 કરોડની જોગવાઈ, ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી બનાવવા 750 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂતો માટે રૂ. 6755 કરોડની જોગવાઇની કરવામાં આવી હતી.

ખેડૂતો અને કૃષી માટે બજેટમાં કેવી કરવામાં આવી હતી જાહેરાત :

કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ

ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર

કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કરોડની જોગવાઇ

ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ

કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ

ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ

ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે

કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ

પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ

(12:47 am IST)