Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

તરોપા ગામમાં ઈંડાની દુકાન પાસે માસ્ક વગર બિનજરૂરી ભેગા થયેલા ચાર વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત આસપાસના ગામોમાં હમણાં કોરોનાના કેસો વધતા હોય પોલીસ જાહેરનામાના અમલ માટે કડક પગલાં લઇ રહી છે જેના ભાગરૂપે આમલેથા પોલીસે તરોપા ગામમાં માસ્ક વગર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસે તરોપા ગામે હાઇવે રોડ ઉપર આવેલ ઈંડાની દુકાન પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જાહેરનામાનો ભંગ કરનાર રાકેશભાઇ સુરેશભાઇ રજવાડી,મનિષભાઇ પ્રહલાદભાઇ વસાવા, સંદિપભાઈ રમણીકભાઇ વસાવા તથા રાજનભાઇ સનિયાભાઇ વસાવા ચારેય રહે તરોપા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:18 pm IST)