Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગુજરાત શિક્ષણ બોર્ડમાં સાત બેઠકો માટે ૨૪ ઉમેદવાર

નવ બઠકો માટેની ચૂંટણીના અંતિમ ઉમેદવારો જાહેર : ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ૨૫ એપ્રિલે ચૂંટણી, બે બેઠક બિનહરીફ થઈ

અમદાવાદ, તા. : ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠકો માટેની ચૂંટણી અંતર્ગત ફાઈનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. જેમાં  હવે   બેઠકો માટે ૨૪ ઉમેદવારો છે.બે બેઠકોમાં એક એક ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થતા બંને બેઠકો બિનહરિફ થઈ છે જો કે જે બે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે તેઓ પાસે હજુ અપીલમાં જવાની તક છે.

કોરોના વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ૨૫મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે.જે બેઠકો માટેની છે પરંતુ બે બેઠક બિનહરિફ થઈ છે. બેઠકો માટે દરેક કેટેગરીમાં કુલ ૬૭ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા.જેમાંથી ૨૦થી વધુ ફોર્મ રિજેક્ટ થયા છે અને ૧૦થી વધુ ફોર્મ વિવિધ કેટેગરીમાં પાછા ખેેંચાયા છે.ફાઈનલ ૨૬ ઉમેદવારો રહ્યા હતા.જેમાં પીટીસી અને બીએડ કોલેજોના આચાર્યની બેઠક માટે બે ફોર્મ ભરાયા હતા જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થતા નિદત બારોટ બિનહરિફ થયા છે.જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શિક્ષકની બેઠક માટે પણ એક ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થતા અન્ય ઉમેદવાર ખટાણા વિજયભાઈ બિનહરિફ થયા છે.જો કે જે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે તેઓ પાસે નિયમ મુજબ અપીલમાં જવાની તક છે અને તેઓ બે દિવસમાં અપીલ કરી શકે છે.આમ હવે અંતે બેઠકો માટે ચૂંટણી થશે અને જે માટે ૨૪ ઉમેદવારો મેદાને છે.

સૌથી વધુ ઉમેદવારો ખાનગી સ્કૂલ સંચાલકોના પ્રતિનિધિની બેઠક માટે છે. જ્યારે વાલી મંડળના પ્રમુખની બેઠક માટે હવે ચાર ઉમેદવારો મેદાને છે..મા.સ્કૂલ શિક્ષક વર્ગની બેઠક માટે ઉમેદવાર,ખાનગી મા..મા. સ્કૂલના વહિવટી કર્મચારીઓ માટેની એક બેઠક માટે બે ઉમેદવાર  તેમજ .બુનિયાદી સિવાયની રજિસ્ટર્ડ ખાનગી સ્કૂલના શિક્ષકની બેઠકમાં બે ઉમેદવાર તથા રજિસ્ટર્ડ ઉત્તર બુનિયાદી શાળાના હેડમાસ્તર અને શિક્ષકની  બેઠક માટે ચાર ઉમેદવાર છે. વખતની ચૂંટણી દરેક કેટેગરીમાં માત્ર એક બેઠક સાથે ઓછી બેઠકો માટે થનાર હોવાથી ભારે જંગ જામશે.

(7:41 pm IST)