Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 14મી વખત વિડિઓ કોન્ફ્રન્સનાં માધ્યમથી મુખ્યમંત્રીઓએ સાથે કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની રણનીતિની સમીક્ષા કરી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ગાંધીનગરથી આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો

મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે ૧૪મી વખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે કૉવિડ-19 ની પરિસ્થિતિની અને રસીકરણની રણનીતિની સમીક્ષા કરી રહ્યા છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ગાંધીનગરથી આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે.  મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી  ડૉ.જયંતી રવિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે

(7:30 pm IST)