Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગાંધીનગર અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ૩૦ મી એપ્રિલ સુધી બંધ

કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય : ૭ મહિના બાદ મંદિર ફરીથી મંદિર બંધ કર્યું

ગાંધીનગર : કોરોના સંક્રમણ વધતું જતું હોય તે માટે  તકેદારી માટે અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે તા.૩૦ મી એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અક્ષર ધામ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે, જેને કારણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સાવચેતીના ભાગ રૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અક્ષર ધામ મંદિરને કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યા બાદ 25 ઓક્ટોબરે દશેરાના દિવસે ફરી 7 મહિના બાદ ખોલવામાં આવ્યુ હતું. કોરોના સંક્રમણના સંકટને જોતા અક્ષરધામ મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે ગત 19 માર્ચથી અક્ષરધામ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3575 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 6 સહિત કુલ રાજ્યમાં 22 લોકોના મોત થયા છે.

 

(7:15 pm IST)