Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતમાં કોવીડનો મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો કામચોરી અને બેદરકારી દાખવતા હોવાનો ધારાસભ્ય હર્ષ સંઘવીનો આરોપ

સુરત કોવિડ સિવિલમાં મુલાકાત લઇ હર્ષ સંઘવવીએ બેદરકાર સ્ટાફની શાન ઠેકાણે પાડવાની ચીમકી ઉચ્ચારી

સુરતઃ સુરત ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોવિડમાં ફરજ બજવતા શહેરના મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો પર કામ ચોરી અને બેદરકારી દાખવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે સમય આવતો તેમની શાન ઠેકાણે લાવવની ચિમકી પણ ઉચ્ચારી છે.

ગુજરાતમાં ખાસ કરીને ડાયમંડ નગરી સુરતમાં એપ્રિલ મહિનાની શરુઆતથી જ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઇ રહ્યો છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ ખુટી રહી છે. ત્યારે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ભાજપના નેતા હર્શ સંઘવીનો આરોપ બહુ ગંભીર છે.

 

હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો છે કે કોવિડ હોસ્પિટલમાં કામ કરતા અનેક મેડિકલ સ્ટાફ પોતાના કામમાં બેદરકારી રાખી રહ્યો છે પોતાની ફરજના સમયે કેટલાક ડૉક્ટરો કોવિડ હોસ્પિટલ માંથી પોતાની ફરજ છોડી અન્ય જગ્યા પર આવેલી તેમની કેબિનમાં જઈને આરામ ફરમાવે છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે સુરત નવી સિવિલ માં આવેલી કોવિડ હોસ્પિટલમાં એવા અનેક ડોક્ટરો છે  જે ઓવરટાઈમ કરે છે. એવા પણ ડોક્ટરો છે, જે પોતાના ડ્યુટીના સમયે કોવિડ હોસ્પિટલમાંથી ગુલ્લી મારી જૂની હોસ્પિટલમાં આવેલી પોતાની કેબિનમાં આરામ કરે છે.

હર્ષે ચીમકી આપતા કહ્યું છે કે આવા તમામ ડોક્ટરો મારા ધ્યાનમાં છે તેમની દરેક હરકતો પર મારી નજર છે સમય આવતા આ તમામ નો હિસાબ ચૂકતે કરીશ કારણકે સુરત શહેર અને તેના લોકો આજે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમને રઝળતા છોડવાનો જે પણ લોકો પ્રયાસ કરી રહ્યા છે તેમની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. કારણ કે આ લોકો સમાજના દુશ્મન છે.

હાલ કોરા નો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં સ્થિતિ એકદમ વિસ્ફોટક બની છે અનેક દર્દીઓ હાલ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે જેને પગલે તેમના પરિજનો પણ હોસ્પિટલની બહાર ભૂખ્યા-તરસ્યા બેઠેલા જોવા મળે છે અનેક એવા દર્દી છે કે જેમને કેટલાય દિવસોથી પોતાના પરિજન સાથે વાત નથી કરી અથવા તો તેમનું મોઢું જોયું નથી આમ તો હોસ્પિટલમાંથી વિડીયો કોલ કરીને દર્દી પોતાના પરિજન સાથે વાત કરતા હોય છે.

(5:54 pm IST)
  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST

  • રાજકોટમાં વધુ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે : શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાઍ હાહાકાર મચાવતા ગઈકાલે ૩ સ્થળોઍ બુથ શરૂ કરાયા છે ત્યારે આજે વધુ ૨ સ્થળો સામાકાંઠે અને સોરઠીયા વાડી ઍમ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાશે : શહેરમાં હાલમાં ૮ બુથ કાર્યરત છે access_time 12:02 pm IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST