Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મેઘરજ તાલુકાના વલુણા ગામે નજીવી બાબતે બે ભાઈઓ બાખડતાં સામસામે હુમલામાં એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મેઘરજ: તાલુકાના વલુણા ગામના પ્રતાપ શિવા કોટવાળા તા. ૨૬-૦૩-૨૦૨૧ના રાત્રિના અરસામાં ગામમાં મજૂરી અર્થે જઈને દસેક વાગ્યાના અરસામાં ઘરે આવ્યો હતો તે દરમ્યાન પ્રતાપભાઈના ઘરે તેમના મોટા ભાઈ રમણ શિવા લાકડી લઈને આવ્યો હતો અને પ્રતાપભાઈને કહેવા લાગ્યો હતો કેમારા ઘરનું લાઇટ બિલ ભરવાનું છે તો તું મારા ઘરનું લાઇટબિલ ભર. ત્યારે પ્રતાપે કહ્યું કે તું મારા અગાઉના રૂપિયા ઉધાર આપ્યા છે પહેલા આપ તેમ કહેતા રમણ શિવા એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રતાપને પગે લાકડી ફટકારી હતી.

 શારદાબેન અને બળવંત આવી પ્રતાપને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આજુબાજુના રહીશો આવી જતા પ્રતાપભાઈને વધુ મારમાંથી છોડાવ્યો હતો. ચારે શખ્સો પ્રતાપને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. પ્રતાપને પગના ભાગે ઈજાઓ થતા ૧૦૮ મારફતે મેઘરજ સરકારી દવાખાને ખસેડાયો હતો પરંતુ પગે ફ્રેક્ચર થયો હોવાથી મોડાસા ખાતે રીફર કરી પગનું ઓપરેશન કરાવ્યા બાદ પ્રતાપ શિવા કોટવાળે મેઘરજ પોલીસ મથકે આરોપી રમણ શિવા કોટવાળ રહે. વલુણ કેશા કાળા પગી રહે. વૈયા)બળવંત રમણ કોટવાળ (રહે. વલુણા,) શારદા રમણ કોટવાળ (રહે. વલુણાતા. મેઘરજ) સામે ફરિયાદ નોંધાવી છે.

(5:23 pm IST)
  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST