Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આણંદ નજીક બોરીયાવીની સીમમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલ કારચાલકને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

આણંદ: શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ બોરીયાવી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહેલ એક કારચાલકને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે રૂા.૫૭૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળી કુલ્લે રૂા.૧૦.૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ મંગળવારના રોજ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે નં.૮ ઉપર બોરીયાવી ગામની સીમ ખાતેથી એક કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ બોરીયાવી ગામની સીમમાં આવેલ મુલતાની કોલ્ડ સ્ટોરેજ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીવાળી કાર ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે કારને પુરઝડપે વડોદરા તરફ હંકારી મુકી હતી. 

(5:20 pm IST)
  • બેંક કર્મચારીઓને પ્રાયોરિટી ધોરણે વેકસીન આપો: નાણામંત્રાલયનો આદેશ : તમામ બેંક કર્મચારીઓને અગ્રતા ક્રમના ધોરણે કોરોના વેક્સિન આપવા માટે નાણા મંત્રાલએ ગૃહ અને આરોગ્ય ખાતાને આદેશ આપ્યા છે. access_time 4:14 pm IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST