Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વિરમગામ ટાઉન પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ હાથ ધરી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વિરમગામ : વિરમગામ ટાઉન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી દ્વારા બાતમી મળેલ કે વિરમગામ કોઠારીબાગ પોલીસ ચોકી સામે રામભાઈ બાલુભાઈની ચાલીમાં રહેતા સંજયકુમાર ઉર્ફે કાટલો કલ્લુભાઈ યાદવના મકાનની બાજુમાં ખંડેર હાલતમાં પડેલ બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તે બાતમીના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૭૬ બોટલ જેની કિંમત રૂા. ૨૭૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો. આ રેઇડ દરમ્યાન આરોપી સંજયકુમાર કલ્લુ યાદવ મળી આવેલ નહી આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે.

(5:17 pm IST)