Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

તાપીના સેલટીપાડા ગામમાં વિચિત્ર ઘટનાઃ બકરીએ માણસ જેવુ મોઢુ ધરાવતા પૂછડી વગરના બચ્‍ચાને જન્‍મ આપ્‍યો

તાપી: મારી આસપાસ અનેક અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ તમામ ઘટનાઓને નાની કહી શકાય તેવો કિસ્સો ગુજરાતના તાપી જિલ્લામા બન્યો છે. સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલ સેલટીપાડા ગામે એક બકરીની ડિલીવરીએ કુતુહલ સર્જયું છે. બકરીએ વૃદ્ધ જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો છે. જેને જોવા માટે હાલ લોકોની પડાપડી થઈ રહી છે. બકરીના બચ્ચાને જોઈને તમે પણ આશ્ચર્ય પામીને કહેશો કે, બકરીએ કોઈ વૃદ્ધને જન્મ આપ્યો છે.

તાપીના સેલટીપાડા ગામના ખેડૂત અજિતભાઈ વસાવાના ઘરે વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાંને એત બકરીએ જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાના કપાળ, આંખ,મોઢું, અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવું જ હોવાનું જોવા મળ્યું છે. એટલુ જ નહિ, જન્મેલા બચ્ચાની પૂંછડી પણ ન હતી.  

જોકે, વિધીની વક્રતા એવી હતી કે, આ બચ્ચુ માત્ર 10 મિનીટ જ જીવિત રહ્યું હતું. તેમજ આ બકરીનું બચ્ચુ નાનુ બાળક રડે તેમ રડ્યુ પણ હતું. બકરીના માલિક અજીતભાઈ વસાવાએ કહ્યું કે, બચ્ચાના ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનં આખુ શરીર માનવ શરીર જેવું હતું. જે જોઈને અમે પણ ચોંકી ગયા હતા.

જોકે, સ્થાનિક લોકોએ ઘરમાં કોઈ પૂર્વજ જન્મ્યા હશે એવી માનતા સાથે બકરીના બચ્ચાની પૂજા વિધિ કરી હતી. તેના બાદ તેને દફન કર્યું હતું.

(5:16 pm IST)
  • અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST