Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

નવી ૧પII લાખ રસી આવી, લોકડાઉન માટે કોઇ વિચારણા નહિઃ નીતિન પટેલ

દર્દીઓની સંખ્યા વધતા બેડ સહિતની સુવિધા વધારવામાં આવી રહી છે

રાજકોટ તા.૮ :.. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલએ રાજયમાં કોરોનાના દર્દીઓ વધતા બેડ સહિતની વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યાનું જણાવ્યું છે. હાલ લોકડાઉનની કોઇ વિચારણા હોવાનું તેમણે નકાર્યુ છે. તેમના કહેવા મુજબ ગઇકાલે રસીના નવા ૧પાા લાખ ડોઝ આવી ગયા છે.

શ્રી નીતિન પટેલે અકિલા સાથેની વાતચીતમાં પ્રશ્નના જવાબમાં જણાવેલ કે દર્દીઓની સંખ્યા વધી રહી છે તે ધ્યાને રાખીને બેડ, દવા, ઇજેકશન વગેરેની વ્યવસ્થા થઇ રહી છે. સમગ્ર વહીવટી તંત્ર કોરાનાની કામગીરીમાં લાગ્યુ છે. લોકડાઉન બાબતે હાલ કોઇ વિચારણા નથી. આ બાબતે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટ વાત કરી છે. કોરોનાની પરિસ્થિતીને પહોંચી વળવા સરકાર આવશ્યક તમામ પગલા લઇ રહી છે.

(4:19 pm IST)