Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

'બાપુ'નું ટ્વીટર એકાઉન્ટ હેકઃ નામ પણ બદલી નાખ્યું

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકર ફોટો બદલીને Ripple Crypto Currency ફોટો રાખી દીધો છે અને નામ પણ બદલ નાખ્યું છે. તેમાંથી કોઈ ટ્વીટ થયું નથી પરંતુ કોઈ ખોટુ ટ્વીટ થાય તો સાવધાની રાખવા શંકરસિંહ વાઘેલાના પી.એ. પ્રથેશએ જણાવ્યું છે. ટ્વીટર એકાઉન્ટ જલ્દીથી રિકવર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે સાયબર સેલમાં પણ ફરિયાદ કરવામાં આવી રહી છે

(4:18 pm IST)