Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ફાગણ માસની વદી દ્વાદશીના પુનિત પર્વે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને ફૂલના વાઘા ધરાવી પંચોપચાર પૂજન કરવામાં આવ્યું

અમદાવાદ તા.૭ ફાગણ માસની વદી દ્વાદશીના પુનિત પર્વે, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને આ કાળઝાળ ગરમીમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને કુંજવિહારી સ્વામી તથા નિરંજનદાસજી સ્વામીની આગેવાની નીચે પુજારી ઋષિકેશસ્વામી, ગોહેલ મોરલીધર, પંડ્યા રમેશ અને પંડ્યા રવિ વગેરેના સહકારથી ગુરુકુલના બગીચાના ગુલાબ, મોગરો, ચંપો અને ગલગોટા વગેરે ફુલોથી વાઘા ધરાવી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

(2:26 pm IST)
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના પોઝીટીવ : ગુજરાત સરકારના વધુ ઍક પ્રધાનને કોરોના વળગ્યો : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત બનતા તેમને યુ. ઍન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 11:58 am IST

  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST