Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતની જનતાને કોવિડના નવા સ્ટ્રેઇન અને બીજી વેવથી બચવા વેક્સીનેશનની ઉપયોગિતા અંગેનો ખાસ સંદેશ

ડૉ. ચંદ્રેશ જરદોશ(,પૂર્વ પ્રમુખ,ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત) નો સુરતીઓને સંદેશ : હોસ્પીટલનાં નામની યાદી જાણવા અને રજિસ્ટ્રેશન માટે મનપા ની વેબસાઇટની મુલાકાત લો

સુરત : ડૉ. ચંદ્રેશ જરદોશ,પૂર્વ પ્રમુખ,ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત રાજ્યનો, સુરતની જનતાને કોવિડના નવા સ્ટ્રેઇન અને બીજી વેવથી બચવા વેક્સીનેશનની ઉપયોગિતા અંગેનો ખાસ સંદેશ. રસીકરણને લગતી તમામ અફવાઓથી દૂર રહો. આપની શારીરિક સમસ્યા અંગે તબીબોને પૂર્ણ જાણકારી આપો. બીજા ચરણ અંતર્ગત વેક્સિનેશનનો પ્રારંભ થઇ ચૂકેલ છે.૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ હોસ્પીટલનાં નામની યાદી જાણવા અને રજિસ્ટ્રેશન માટે મનપા ની વેબસાઇટની મુલાકાત લો

(9:11 am IST)
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST

  • નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST