Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોના દર્દીઓની ઓકિસજન લેવલ ઘટવાની તકલીફોમાં વધારો જોવા મળતા ૧૦૮ ની ૧૦ એમ્‍બુલન્‍સ વધારવામાં આવી

અમદાવાદ: અત્રે કોરોના દર્દીઓની ઓકિસજન લેવલ ઘટવાની તકલીફોમાં વધારો જોવા મળતા તંત્ર દ્વારા ૧૦૮ની ૧૦ મ્‍બયુલન્‍સ વધારવામાં આવી છે.

વધુ વિગતો જોઇઅમદાવાદ શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને, અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી. જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી. આ સ્થિતિ વધુ બગડતા અમદાવાદમાં 108ની વધુ 10 એમ્બ્યુલન્સ સેવામાં મુકાઈ છે. અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિએ કોરોના કેસ વધ્યા છે, 108નું વેઇટિંગ ઘટે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. 108ના સત્તાવાર સૂત્રો કહે છે કે, રાજ્યભરમાં માર્ચ મહિના સુધી 3,000 કોલ આવતા હતા જેમાં એપ્રિલ મહિનાથી વધારો શરૂ થયો છે જે હવે 4,000 કોલ આવવા લાગ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં અસાધારણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108માં પણ કોલ વધ્યા છે અને દર્દીઓને 3થી 4 કલાકનું વેઈટિંગ થઈ ગયું છે. દર્દીઓને હેરાન થવું પડે છે. 108 સેવા દ્વારા સ્થિતિ સુધરે એ માટે આજથી 108 એમ્બ્યુલન્સ સેવામાં વાહનોનો વધારો પણ કર્યો છે. જેને કારણે હવે દર્દીઓને ઓછી તકલીફ પડી શકે છે.

આ અંગે 108 સેવા સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ગુજરાત એક્સક્લૂઝિવએ વાત કરતા તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં 108માં 24 કલાક દરમિયાનમાં 3000 ઈમેરજન્સી કોલ આવતા હતા. એપ્રિલ મહિનાથી કોલમાં વધારો શરુ થયો છે. કોલમાં વધારો થઈને દિવસના 4 હજાર કોલ થઈ ગયા છે. અચાનક 1 હજાર ઇમરજન્સી કોલ વધી જવાને કારણે વેઈટિંગ કરવું પડતું હતું પરંતુ આજથી 108 દ્વારા રાજ્યભરમાં 20 એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી વધુ 10 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે.

કોવિડ ઇમરજન્સી કોલ

તારીખ

ગુજરાત

અમદાવાદ

1.એપ્રિલ

762

217

2.એપ્રિલ

923

262

3.એપ્રિલ

1063

296

4.એપ્રિલ

976

275

5.એપ્રિલ

1316

319

6.એપ્રિલ

1367

384

જનરલ ઇમરજન્સી કોલ ગુજરાત રાજ્ય

તારીખ

કોલ

1.એપ્રિલ

3456

2.એપ્રિલ

3478

3.એપ્રિલ

3680

4.એપ્રિલ

3622

5.એપ્રિલ

4152

6.એપ્રિલ

4040

 

(10:54 pm IST)