Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

છ વર્ષથી પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ આપઘાત કર્યો

પ્રેમી અને તેના પરિવાર સામે નોંધાયો કેસ યુવતીને જો ન રહેવું હોય તો બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી યુવતી ફરીવાર પ્રેમી સાથે રહેવા લાગી હતી

સુરત,તા.૭  : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજથી છ વર્ષ પહેલા ભાગીને લિવઈનમાં રહેતી યુવતીએ આજથી ત્રણ દિવસ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પ્રેમી અને પ્રેમીના માતા-પિતા વિરુદ્ધ યુવતીના પિતાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સાવરકુંડલાના એક પરિવારની દીકરી આજથી ૬ વર્ષ પહેલા પોતાના ઘર નજીક રહેતા યુવાન સાથે આંખ મળી જતા પોતાના પ્રેમી સત્યમ મગન વસોયા સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ સત્યમ સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. જોકે, પહેલા તો આ બંનેનું જીવન બરાબર ચાલતું હતું પણ ત્રણ મહિના બાદ બંને વચ્ચે નાની નાની બાબતે ઝગડા ચાલતા હોવાને લઈને આ યુવતી તેના પિતાને ત્યાં આવીને રહેવા લાગી હતી. જોકે યુવતીને વારંવાર મનાવવા છતા આવી નહીં તો પ્રેમીએ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને યુવતીને જો ન રહેવું હોય તો બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી યુવતી ફરી પ્રેમી સાથે રહેવા લાગી હતી.

           આ ઘટના બાદ યુવતીને લઈ તેનો પ્રેમી સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ રચના સોસાયટીમાં રહેવા આવી ગયો હતો. જોકે પોલીસ મથકે થયેલી ફરિયાદ બાદ આ યુવતીએ તેના પિયર સાથે છેલ્લા ૬ વર્ષથી કોઈ સંપર્ક રાખ્યો ન હતો. હવે આ યુવતીએ પ્રેમીના ત્રાસને લઈને આવેશમાં આવી ગત તારીખ ૪ એપ્રિલના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી પ્રેમી યુવકે યુવતીના પરિવારને આપી હતી. જેથી યુવતીનો પરિવાર તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી ગયો હતો, અને આ મામલે પોલીસને જાણકારી આપી હતી. અને પોતાની પુત્રીની અંતિમ ક્રિયા થયા બાદ પ્રેમી યુવક અને તેના પરિવાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

(9:46 pm IST)
  • કોરોના સંક્રમણની રાજકોટ શહેર - જિલ્લામાં અતિભયજનક સ્થિતિ થતી જાય છે : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 31 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ફફળી ઉઠ્યા : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 267 બેડ ઉપલબ્ધ access_time 10:10 am IST

  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST