Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પાકિસ્તાનના ISI આકાએ અમદાવાદમાં આગ લગાડી

નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ આગ લગાવવા ૧.૫૦ લાખ આવ્યા હોવાનું સામે આવ્યું, ૨૦ માર્ચે રેવડી બજારની દુકાનોમાં આગ લાગી હતી

અમદાવાદ,તા.૭ : નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ, ગુજરાત અને ભારતને બરબાદ કરવાના પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખુલાસો થયો છે કે, આઈએસઆઈના ઈશારે અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત ૨૦ માર્ચના રોજ અમદાવાદના પાંચકુંવા વિસ્તારમાં રેવડી બજારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગની ઘટનામાં આગની ઝપેટમાં ૫ દુકાનો આવી હતી. જેથી કાપડના જથ્થામાં નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું ફાયર બ્રિગેડના ધ્યાને આવ્યું હતું. પરંતુ તપાસ કરતા તેનુ કનેક્શન આઈએસઆઈ સાથે નીકળ્યું છે.

      કાલુપુરમાં લાગેલી આગ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, આ આગ લગાડવા માટે રૂપિયા મળ્યા હતા. ઝડપાયેલ આરોપીઓએ માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાવી હતી. આગ લગાવવા માટે ૧.૫૦ લાખ રૂપિયા હવાલાથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે ખૂલ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશની આંતરિક સુરક્ષાને જોખમ ઉભું કરનારા ૪ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્ર વણઝારા, અનિલ ખતીક અને અંકિત પાલની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન સીસીટીવીમાં કેટલા શખ્સો પેટ્રોલની બોટલ લઈ જતા નજર પડ્યા હતા.

           એક્ટિવા પર જતાં લોકો નજર પડતા તપાસ કરતા નવા ટેરર મોડ્યુલ પર્દાફાશ થયો છે. આઈએસઆઈએસએ નવા મોડ્યુલની શરૂઆત કરી છે. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા હતો. ભૂપેન્દ્રનો ફેસબુકથી બાબા ઉર્ફે બાબુ સાથે સંપર્ક થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી અંકિત પાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ ખુલાસો થયો કે,  પ્રવિણ ફેસબૂકના માધ્યમથી બાબા પઠાણના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ભુપેન્દ્ર વણઝારાને રૂપિયાની જરૂર હતી, તેથી તેને આ કામ કરવા માટે પસંદ કરાયો હતો. ભુપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારાને હથિયાર ખરીદવા ૨૫ હજાર પેટીએમ મારફતે મળ્યા હતા. બાબા પઢાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. તે સમયે તેના પર કેસ થયો હતો. જ્યારે તેના બાદ પ્રવિણે આગ લગાવાનું કામ કર્યું હતું.

 

(9:48 pm IST)
  • બેંક કર્મચારીઓને પ્રાયોરિટી ધોરણે વેકસીન આપો: નાણામંત્રાલયનો આદેશ : તમામ બેંક કર્મચારીઓને અગ્રતા ક્રમના ધોરણે કોરોના વેક્સિન આપવા માટે નાણા મંત્રાલએ ગૃહ અને આરોગ્ય ખાતાને આદેશ આપ્યા છે. access_time 4:14 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST