Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

દાહોદમા કોરાના વાઈરસનો પ્રથમ કેસ: નવ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

ઈન્દોરથી એમ્બ્યુલન્સ મારફતે બાળકીના પિતાની દફનવિધિ માટે દાહોદ આવ્યા હતા.

 

મુળ દાહોદના અને વર્ષોથી ઈન્દોર રહેતા પરીવારની 9 વર્ષીય બાળકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ઈન્દોરથી એમ્બ્યુલન્સ મારફતે બાળકીના પિતાની દફનવિધિ માટે દાહોદ આવ્યા હતા.

 

  ઈન્દોરથી આવ્યાની જાણ થતા કલેક્ટરે તાત્કાલિક અસરથી તમામના કોરોના રીપોર્ટ કઢાવ્યા હતા. પરીવારના 5 માથી 4 નો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ 9 વર્ષીય બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ચાર પરીવાર જનોને ક્વોરોન્ટાઈન કરાયા છે બાળકીને આઈસોલેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી.

(11:58 pm IST)