Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

હોસ્પિટલમાં ફરજ બજાવનાર કોરોનાગ્રસ્તની વિરુદ્ધ ફરિયાદ

ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ : હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે સેવા આપે છે : રિપોર્ટ

અમદાવાદ,તા.૮  :       ગુજરાતમાં એક તરફ લોકલટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા અને રાજસ્થાનના નરેન્દ્રસિંહ ચૌહાણ ૩૩ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હિમંતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા બ્રધરે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવતા હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ કોરોનાગ્રસ્ત કર્મીને કવોરન્ટીન કરી દઇ તપાસ હાથ ધરી છે.

            હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતો અને કોરોનાગ્રસ્ત નરેન્દ્રસિંહ ચૌહાણ પોતાની માલિકીની ઇકો પર એમ્બ્યૂલંસના સ્ટીકર લગાવી રાજસ્થાન દર્દીઓની વર્ધી પણ મારતો હોવાની ચર્ચા ચાલી રહી છે અને રસ્તામાંથી મુસાફરો પણ બેસાડતો હતો એમ્બ્યુલન્સ વર્ધી દરમિયાન કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા પછી તેને ચેપ લાગ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપનાર તબીબો સામે નરેન્દ્રસિંહ ચૌહાણે ટ્રાવેલિંગ હિસ્ટ્રી અંગે પુછાતા ગેરમાર્ગે દોરી માહિતી છુપાવતા હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સુરૈયાબેન ખલિલ અહેમદ ડોઇએ નરેન્દ્રસિંહ રોશનસિંહ ચૌહાણ (રહે,હોસ્પિટલ કેમ્પસ, હિંમતનગર) વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા હિંમતનગર એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

(9:42 pm IST)