Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉન:સુરતમાં પ્રેમિકાને મળવાનો મેળ નહીં પડતા પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વાહન વ્યવહાર બંધ હોવાથી યુવતીને મળવા નહીં જઈ શકતા નાસીપાસ થયો

સુરતઃ લોકડાઉનને કારણે પ્રેમિકાને મળવાનો મેળ નહીં પડતા પ્રેમીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પ્રેમિકાના વિયોગમાં પ્રેમી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આ પ્રેમી યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ  ખસેડવામાં આવ્યો હતો.
 સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખાગામમાં ખાતે રહેતો અને મજૂરી કામ કરતો 18 વર્ષીય રોહિત જીતુ રાઠોડ થોડા સમય પહેલા તેના ઘર નજીક ડાંગ સુગર ફેક્ટરી શ્રમજીવીઓ મજૂરી કરવા આવ્યા હતા જેમાં એક છોકરી સાથે રોહિતની આંખ મળી ગઈ હતી અમે બંને જણા પરિવાર જાણ બહાર માળતા હતા. ત્યાર બાદ આ યુવતી ડાંગ ખાતે પરિવાર સાથે જતી રહી હતી જોકે બનેવ પ્રેમ ચાલુ રહ્યો હતો અને બંને એક બીજા સાથે ફોન પર વાત પણ કરતા હતા. જોકે બંને મળ્યાને લાંબો સમય થઇ ગયો હોવાને લઈને આ બંને મળવા માંગતા હતા. અને મળવા માત્ર તારીખ નક્કી કરી હતી.
પણ કોરોના લઇને લોકડાઉન આવતા આ બંને પ્રેમી કપલ મળી શકાય તેવી પરિસ્તિથિ ન હતી. જોકે લોકડાઉન હોવાને લઇને વ્યવહાર બંધ હોવાથી તે ડાંગ જઈ શકતો ન હતો જેના લીધે તે સતત પ્રેમિકાને મળવા માટે આતુર હતો.
 જોકે પ્રેમિકાના પ્રેમમાં આ યુવાન માનસિક તાણ સાથે પ્રેમિકાના વિયોગમાં નાસીપાસ થઈ ગયો હતો. અને પ્રેમિકાના વિયોગમાં આવીને ગતરોજ મંગળવારે પોતાના ઘરમાં આવેશમાં આવી જઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જોકે પરિવાર આ ઘટનાની જાણકારી મળતા આ યુવાનને તાત્કાલિક પરિવાર સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો.જ્યાં સારવાર બાદ આ યુવાનની તબિયત સારી હોવાનું તબીબો એ જણાવ્યુ હતું.

(9:00 pm IST)