Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વડોદરામાં 5 અને ભાવનગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ : રાજ્યમાં કુલ 186 કેસમાંથી 145 એક્ટિવઃ16 દર્દીઓના મોત

વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગરમાં બે કોરોના પોઝિટિવ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે બપોર બાદ વડોદરામાં 5 અને ભાવનગરમાં વધુ 2 કેસ નોંધાયા છે. વડોદરા અને ભાવનગરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. ભાવનગરમાં બુધવારે આખા દિવસના કુલ કોરોનાના 4 પોઝિટિવ કેસની પુષ્ટિ થઇ છે. જેને લઇને ભાવનગરમાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 186 થયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી

  કોરોના મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોના વાયરસના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 5 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ભાવનગર 1 દર્દીનું મોત થયું છે એજ વિસ્તારમાંથી આ કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ 186 કોરોનાના કેસમાંથી 145 હાલ એક્ટિવ છે.

બુધવારે બપોર બાદ વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 186 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 25 જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

(8:50 pm IST)