Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમદાવાદ જિલ્લામાં ૬૧૧ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કર્યો

અમદાવાદ જીલ્લામાં ૫૨ વ્યક્તિઓ હાલ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંટ કોરોના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે

  અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા લોકો પકી ૬૧૧ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સતીષ મકવાણા દ્વારા રોજે રોજ કરવામાં આવતી કામાગીરીનું ઝુમ એપ્લીકેશન દ્વારા મીનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

  અમદાવાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સતીષ મકવાણાએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં વિદેશથી આવેલા કુલ ૬૬૩ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા તે પૈકી ૬૧૧ વ્ય્ક્તિઓએ આ સમય પુર્ણ કરતા હજી ૫૨ વ્યક્તિઓ  હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે.આજે અમદાવાદ જિલ્લામાં શંકાસ્પદ કોરોના દર્દીઓના લેવાયેલા ૪ સેમ્પલ પૈકી તમામ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.અત્યાર સુધી લેવાયેલ કુલ સેમ્પલ પૈકી ૨ સેમ્પલ પોઝીટીવ તથા ૪૭ સેમ્પલ નેગેટીવ આવ્યા છે જ્યારે પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા પૈકી ૧૧ વ્યક્તિઓ ફેમીલી કોન્ટેક્ટ, ૪૯ વ્યક્તિઓ કોમ્યુનિટી કોન્ટેક્ટ તથા ૧૦ વ્યક્તિઓ હોસ્પિટલ કેર કોન્ટેક્ટ અન્વયે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

 

(6:50 pm IST)