Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નર્મદામાં કોરોના સંકટ વચ્ચે દંપતીએ પોતાના પુત્રને દાદા-દાદીને સોંપી 108ની ફરજને આપી પ્રાથમિકતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાથી આજે આખો દેશ લોકડાઉનમાં છે.ત્યારે Gvk EMRI 108 માં ફરજ બજાવતા ઇએમટી અલ્કાબેન તડવી અને તેમના પતિ સંજય ભાઈ તડવી 108 એમ્બ્યુલન્સમાં ઇએમટી તરીકે ફરજ બજાવે છે, પત્ની દિવસની ડ્યુટીમાં તો હોય ત્યારે પતિ રાત્રીની ડ્યુટીમાં હોય છે.ગુજરાતમાં તેમજ આખા દેશમાં કોરોનાનો કેહેર ચાલે છે ત્યારે આ દંપતીએ સંકલ્પ લીધો છે કે કોરોનાને હરાવવા માટે આપણાથી બનતા તમામ પ્રયાસ કરીશુ.તેમજ 108 ના વૉરિયર્સ બની સમાજને અને નગરજનોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે આપણાથી બનતું યોગદાન આપીશુ
  એ દંપતીએ પોતાના 8 મહિનાના બાળક તેમજ પરિવારને કદાચ આવો કોઈ ચેપ ના લાગે તેના માટે પોતાના આઠ મહિનાના બાળકને તેના દાદા દાદીના હવાલે કરી દીધું. તેમજ 108 ની તેમની ફરજને પોતાનું કર્તવ્ય ગણ્યું હતું. ઘણા એવા કર્મચારીઓ પણ છે જે પોતાના ઘરેથી દૂર હાલ નર્મદા જિલ્લામાં 108 માં ફરજ બજાવે છે.અને પોતાના કાર્યને કર્તવ્ય સમજી કોરોનાને હરાવવા માટે બનતા તમામ પ્રયાસો કરે છે.તેમજ સોસીયલ ડિસ્ટશનને ચુસ્ત પણે પાલન કરવા અને દરેક નાગરિકે પોતાના ઘરમાં રહી સરકારના આદેશનું પાલન કરવા અપીલ કરે છે.
GVK EMRI 108 ની નર્મદા જિલ્લામાં હાલ બે એમ્બ્યુલન્સ ખાસ CORONA વાયરસના શંકાસ્પદ સંક્રમિત દર્દી માટે ફાળવામમાં આવી છે.વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સમાં પણ પર્સનલ પ્રોટેકટિવ ઇક્વિપમેન્ટ (PPE) કીટથી સજ્જ કરી છે.

(6:41 pm IST)