Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અરવલ્લી જિલ્લાના પાડોશી દેશ સાબરકાંઠામાં બે સહીત ત્રણ શખ્સોને કોરોના શંકાસ્પદ આવતા સેમ્પલ ટેસ્ટમાં મોકલવામાં આવ્યા

અરવલ્લી:જિલ્લાના પાડોશી એવા સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મી કોરોના વાયરસથી સંક્રમીત થતાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનની અમલવારી કડક બનાવાઈ છે.અને જિલ્લાની સરહદો સીલ કરી દેવાઈ છે.ત્યારે જિલ્લાના મોડાસા ના બે સહિત મહિસાગર નો એક બાળક મળી કુલ ત્રણ વ્યક્તિઓમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં આ ત્રણેય દર્દીઓને આઈશોલેટ કરાયા હતા.અને આ ત્રણેય શંકાસ્પદ દર્દીઓના જરૂરી સેમ્પલ મેળવી પરીક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલી અપાયા છે.

 વિશ્વ આરોગ્ય દિવસે અરવલ્લી જિલ્લામાં મોડાસાના બે વ્યક્તિઓમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં જ તંત્રમાં દોડધામ મચી હતી.અને તાવ,ઉધરસ સહિતની બીમારીથી પીડાતા આ બે વ્યક્તિઓને નગરની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.મહિસાગર જિલ્લાના એક બાળકને પણ શંકાસ્પદ લક્ષણો જણાતાં મોડાસા ખાતે ખસેડાયો હતો.આમ,વિશ્વ આરોગ્ય દિવસે જ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં આ ત્રણેય દર્દીઓ ને દાખલ કરી આ ત્રણેય જણાના જરૂરી સેમ્પલ પરીક્ષણ માટે મેળવાયા હતા.

 

(5:41 pm IST)