Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુરતના રાંદેર સહીત બેગમપુરામાં થાય છે રોજના 200 કોરોનાના સેમ્પલની ચકાસણી

સુરત: શહેર ના રાંદેર અને બેગમપુરાને હોટ સ્પોટ જાહેર કરાયા બાદ આ ચેપ અન્ય વિસ્તારમાં ન ફેલાઈ તે માટે મ્યુનિ. તંત્રએ એક હજાર કર્મચારીઓને રાંદેર- બેગમપુરામાં પોઝીટીવ દર્દીની આસપાસ રહેનારા લોકોના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. ત્રણ દિવસમાં આ વિસ્તારામં હાઈ રિસ્ક ધરાવતા લોકોના પહેલા સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. ત્રણ દિવસમાં 500 સેમ્પલ લઈને તેને ચકાસણી માટે સુરત સિવિલ અને અમદાવાદ ચેકીંગ માટે મોકલવામાં આવી રહ્યાં છે.  

સુરતના રાંદેર વિસ્તારના એક જ વિસ્તારમાં સાત  દર્દી મળી જતાં મ્યુનિ. તંત્રએ રાંદેર અને બેગમપુરાને માસ કોરોન્ટાઈન જાહેર કરવા સાથે હોટ સ્પોટ જાહેર કરી દીધો છે. એક જ  વિસ્તારમાંથી વધુ દર્દી આવતાં મ્યુનિ. તંત્રએ આ વિસ્તારને કોર્ડન કરીને અવર જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. 

(5:38 pm IST)