Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વડોદરા: ડેસર તાલુકાના જુના શિહોર ગામમાં ક્વોરેન્ટાઇન કરાયેલ એક જ પરિવારના પાંચ સભ્યો રાતો રાત અમદાવાદ ભાગી જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

વડોદરા:ડેસર તાલુકાના જુના શિહોરા ગામે એક જ પરિવારના પાંચ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હોવા છતાં તમામ સભ્યો અમદાવાદ જતા રહેતા તમામ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે જુના શિહોરા ગામે સીમ વિસ્તારમાં પીપળીયા સ્ટેન્ડની સામે રહેતા જશુભાઇ કાળુભાઇ પરમાર(ઉ.વ.૫૫), તેમના પત્ની સવિતાબેન (ઉ.વ.૫૨), પુત્ર મહેન્દ્રસિંહ (ઉ.વ.૨૨), પુત્રવધુ જયાબેન (ઉ.વ.૨૧) અને પુત્રી ઉષાબેન (ઉ.વ.૧૯)ને નવા શિહોરાના મેડિકલ ઓફિસર દ્વારા તા.૨૭ માર્ચથી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

દરમિયાન ગઇકાલે તેમજ આજે હોસ્પિટલ સ્ટાફના માણસો તેમજ આશાવર્કર દ્વારા તેમના ઘેર તપાસ કરતા તેઓ જણાયા ન હતાં. ગામમાં આજુબાજુ શોધખોળ છતા તેઓનો પત્તો લાગ્યો ન હતો જેથી જશુભાનો મોબાઇલ પર સંપર્ક કરતા તેઓ અમદાવાદના વસ્ત્રાલ ખાતે ગોપી ચોકડી પાસે મહાદેવનગર ગયા હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવારના પાંચેય સભ્યોએ હોમ ક્વોરેન્ટાઇન કાયદાનો ભંગ કર્યો હોવાથી આખરે ડેસર પોલીસ સ્ટેશનમાં પાંચેય સામે ડો.શમસુલહસન મુબારકઅલી ખાને ગુનો નોંધાવ્યો હતો.

(5:37 pm IST)