Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજપીપળાની મોટાભાગની દુકાનોમાં અમુક જથ્થો ખૂટી જતા લોકોને મુશ્કેલી: શાકભાજી માં પણ આજ હાલત

હાલ ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી બહારથી અમુક ખાદ્ય સામગ્રી તેમજ શાકભાજી ન આવતા તકલીફ :જ્યાં મળે છે એવા કેટલાક વેપારીઓ વધુ ભાવ લેતા હોવાની પણ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં હાલ લોકડાઉન સમયે ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી કેટલીક ખાદ્ય સામગ્રી, શાકભાજીનો જથ્થો ખૂટી પડતા કે અછત વાર્તાતા સવારે બે કલાક ખુલતી દુકાનોમાં શાક માર્કેટમાં અમુક વસ્તુઓ ન મળતા ગ્રાહકો ને મુશ્કેલી ઉભી થઇ છે જ્યારે કેટલાક વેપારીઓ પાસે જો આવી જરૂરી વસ્તુ કે શાકભાજી હોય તો તે અછત ના કારણે વધુ ભાવ વસુલાતા હોવાની ફરિયાદ સંભળાઈ રહી છે.જોકે કોઈ ગ્રાહક જાગૃત બની આવી બાબતે ફરિયાદ કરતા ન હોય માટે આવા લોકો પોતાની મનમાની કરી મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય ત્યારે લોકો એ આવી બાબતે સામે આવી ફરિયાદ કરવી જરૂરી બને છે.

  પાન પડીકી,ગુટખા સિગારેટ જેવી વ્યસનની વસ્તુઓ માં કાળા બજાર કરતા તત્વો બાદ હવે ખાદ્ય સામગ્રીમાં જો આમ લૂંટ કરતા હોવાની વાત સાચી હોય તો ગ્રાહકે ચોક્કસ આવા સમયે જાગૃત થઈ આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ આપવી સબક શીખવાડવો જોઈએ નહીં તો આવા તત્વો સાથે સાચા વેપારીઓ પણ બદનામ થઈ રહ્યા છે માટે મામુલી વધુ નફા ની લાલચ રાખતા તત્વો ની શાન ઠેકાણે લાવવી જરૂરી છે.

(5:02 pm IST)