Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વિજયભાઇ રૂપાણીએ જનસંવેદના કેન્‍દ્રના માધ્યમથી સફાઇ કર્મચારીઓ સાથે ટેલીફોનિક વાતચીત કરીઃ સેવાને બિરદાવી ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી  સતત કોલ દ્વારા રોજિંદી રીતે ગુજરાતીઓનાં ખબર અંતર પુછતા રહે છે. ક્યારેક સરપંચ, ક્યારેક ડોક્ટર, ક્યારેક પોલીસ જવાનો સાથે તેઓ વીડિયો કોન્ફરન્સ અને ફોન દ્વારા વાતચીત કરે છે. આજે તેમણે જનસંવેદના કેન્દ્ર માધ્યમથી સફાઇ કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમની સેવાને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીએ તુલસીબેન સાથે સફાઇ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી જેમાં એક સમય સફાઇ કરો છો કે બે ટાઇમ? સફાઇ કરતી વખતે કઇ કઇ સાવચેતી રાખવામાં આવે છે અને શું શું સુવિધા મળી છે તેની વિગતવાર પુછપરછ કરી હતી. જેના જવાબમાં તુલસીબેને જણાવ્યું કે, તમામ સફાઇ સેવકોને હાથના મોજા, ગ્લવ્ઝ, માસ્ક, હેન્ડવોશ જેવી સુવિધા આપવામાં આવી છે. ખુબ જ સાવચેતી રાખવામાં આવે છે.

મુખ્યમંત્રી તુલસીબેન અને તેમના સાથી કર્મચારીઓનો હૃદયપુર્વક આભાર માન્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, તમે લોકોની ખુબ જ મોટી સેવા કરી રહ્યા છો. તમે ખુબ જ હિંમતપુર્વક અને નિષ્ઠા દાખવીને કામ કરો છો કોઇ પણ તકલીફ હોય તો જણાવજો. સફાઇ કર્મચારી તુલસી બહેને પણ મુખ્યમંત્રીનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી અમારી પણ ચિંતા કરે છે તે જાણીને ખુબ જ આનંદ થયો.

(4:20 pm IST)