Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાને આવકારતી પોસ્ટો મુકી દવાઓ શોધાયાનો ભ્રામક દાવોઃ લોકો અને તંત્ર ધંધે લાગી ગયા

સાયબર ક્રાઇમના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા-પીઆઇ વી.બી.બારડે અનોખી કથા વર્ણવી : કોરોના વાયરસ સામે પોલીસ તંત્ર અથાગ જહેમત ઉઠાવે છે ત્યારે અમદાવાદ એસીપીના કલાર્કે તમામ મહેનત પર પાણી ફેરવી દેતુ કૃત્ય કરતા ચકચાર

રાજકોટ, તા., ૮: કોરોના વાયરસ સામે લોકોને ઉગારવા માટે તંત્ર જયારે અથાગ પ્રયત્ન રાત-દિવસ જોયા વિના કરી રહયું ત્યારે ચોક્કસ મનોવૃતીથી પીડાતા કેટલાક તત્વો દ્વારા સોશ્યલ મીડીયા પર યેન-કેન પ્રકારે ખોટી અફવાઓ ફેલાવવા સાથે લોકોને ગેરમાર્ગે દોરવાના અથાગ પ્રયત્નોને બ્રેક મારવા અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ફેસબુક આઇડી પર ભડકાઉ અને લોકોને ગેરમાર્ગે દોરવા સાથે અશાંતિ ફેલાવનાર વધુ એક શખ્સને અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.

સોશ્યલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા ચાલતી કાર્યવાહી દરમિયાન આસીફ મીરજા નામની પ્રોફાઇલમાં કોરોનાને જાણે આવકારતા હોય તેમ વેલકમ ટુ ઇન્ડીયા કોરોના, હમસે એનઆરસી કા કાગજ માંગનેવાલો મેરે રબ કી એનઆરસી આ ગઇ હૈ, અબ વહી ફેંસલા કરેગા કિસે દુનિયામાં રહેના હૈ ઔર કીસે દુનિયા સે જાના હૈ તેવી પોસ્ટ કરવામાં આવેલ તેમ સાયબર ક્રાઇમના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા અને પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ વિશેષમાં જણાવેલ કે કોરોના વાયરસના ઇલાજ માટે કોરોના વેકસીન, એસ્પ્રીન, એન્ટી હિસ્ટેમાઇન્સ, નેશલ સ્પ્રે જેવી વેકસીનો શોધાઇ ગયાનો દાવો કરતી પોસ્ટો મુકવાથી લોકોમાં ભારે ગેરસમજ ફેલાવા સાથે પોસ્ટમાં જણાવેલી વેકસીનો શોધવા લોકો ધંધે લાગવા સાથે દેશભરમાં આવી વેકસીનો શોધાઇ ગયાનો અપ્રચાર પુરબહારમાં ફેલાઇ રહયાની માહીતી મળતા જ મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.આર.ભરવાડે સરકાર તરફે આ બાબતે ધી ઇપીકો કલમ ૧પ૩(૧)(ક)(ખ), પ૦પ (૧) (ગ) તથા ધી આઇટી એકટ ૬૭ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પીઆઇ એસ.ડી.કાળતે હાથ ધરી હતી.

સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન ફેસબુક ઉપર ઉપરોકત લખાણવાળી પોસ્ટ મુકનાર આસીફ બેગ અકબર બેગ મિર્ઝા (ઉ.વ.૩૪) અમદાવાદને પકડી પાડવામાં આવેલ. ઉકત યુવાન કાગડાપીઠ પોલીસ સ્ટેશન પર એસટી મદદનીશ પોલીસ કમિશ્નર કચેરીમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલવા પામેલ છે.

(12:51 pm IST)