Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ ક્વોરન્ટાઈન કરાયો હોવાના અહેવાલ

નર્સ, ડોક્ટર સહિતના સ્ટાફને હોમ ક્વોરન્ટાઈન કરાયા:100થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. અમદાવાદમાં સ્થિતિ ખુબ વણસી રહી છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ ક્વોરન્ટાઈન કરાયો હોવાના અહેવાલ આવ્યાં છે.

   મળતી માહિતી મુજબ ગઈ કાલે 60 વર્ષના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. નર્સ, ડોક્ટર સહિતના સ્ટાફને હોમ ક્વોરન્ટાઈન કરાયા હોવાના અહેવાલ છે. દર્દીના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના 100થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. આ દર્દીની હાલ SVP હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે

(12:30 pm IST)