Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ચીનથી પ૦ હજાર માસ્ક ગુજરાતમાં આવી પહોંચ્યાઃ સિસ્ટર સ્ટેટ હેઠળ મદદ

અમદાવાદ તા. ૮ :.. કોરોના વાયરસથી લગભગ ઉગરી ગયેલા ચીનનું ગુઆંગ ડોંગ રાજયો ગુજરાતને પ૦ હજર માસ્કની મદદ કરી છે, તેની ડિલીવરી ગઇકાલે મંગળવારે ભારતમાં પહોંચી ગઇ છે.

ચીનનું ઉપરોકત રાજય અને આપણું ગુજરાત બંને સિસ્ટર સ્ટેટ છે. માનવતાના આધાર ઉપર ચીનના ભારત સ્થિત રાજદૂત સુન વી ડોંગે ટવીટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવેલ કે સાથે મળીને કોરોના વાયરસના સંકટમાંથી બહાર આવી શકાય છે. ર૦૧૪ ની સાલમાં ચીનના રાષ્ટ્રપતિ ગુજરાત આવ્યા ત્યારે બંને સિસ્ટર સ્ટેટ બન્યા હતા, એમઓયુ થયા હતાં. સાથે સાથે ગુંઆગઝાઉ અને અમદાવાદ વચ્ચે પણ સિસ્ટર સીટીની પણ સમજૂતી થઇ હતી.

 

(11:48 am IST)