Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જમીનનાં ઝઘડામાં પાંચ શખ્સોએ ચાર સંતાનોની માતા ઉપર સામૂહિક દુષ્કર્મ

પિતરાઈ સહીત પાંચ શખ્સોએ જંગલમાં લઇ જઈને શબક શીખવાડવાનું કહીને પિયરમાં રહેતી મહિલાને પીંખી નાખી

 

વલસાડના કપરાડામાં શરમજનક ઘટના બની છે જમીનનાં ઝઘડામાં પાંચ શખ્સોએ ચાર સંતાનોની માતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. અને તે પણ પિતરાઈ ભાઈના કહેવાથી. જમીનના ઝઘડામાં જ્યારે પિતરાઈ પરિવારને મારવા આવ્યો ત્યારે માતા ભાગી શકી હતી. અને હવસખોરોના હાથમાં આવી ગઈ હતી. પોલીસે મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડના કપરાડા તાલુકાના એક ગામમાં રહેતાં પરિવારનો તેના કુટુંબના અન્ય પરિવાર સાથે જમીનનો ઝઘડો ચાલી રહ્યો હતો. ઝઘડામાં એક પરિવારે બીજા પરિવાર પર હુમલો કર્યો હતો. એકસાથે 6 થી 7 લોકોએ કરેલાં હુમલાના પગલે પરિવારના સભ્યો જંગલ તરફ ભાગવા માંડ્યા હતા. જેમાં પોતાના પિયરમાં રહેતી 4 બાળકોની માતા એવી 32 વર્ષની મહિલા દોડી નહીં શકતાં યુવાનોએ તેને પકડી લીધી હતી. બાદમાં કુટુંબના પિતરાઈ ભાઈ એવાં કિશન રામજી ખરપડેએ તેની સાથેના રામદાસ સોનિયા ધરેલ, ભરત સોનિયા ઘરેલ, જીતુ લકી ઢાઢર, સંદિપ તુલિયા ઢાઢર, મુકેશ બાબુ ખરપડેને મહિલાને જંગલમાં લઇ જઇ તેને શબક શિખવવાની વાત કરી હતી.

જેના પગલે કિશનના પાંચ સાગરિતો મહિલાને જંગલમાં લઇ ગયા અને તેની સાથે એક પછી એક સામુહિક બળાત્કા૨ ગુજાર્યો હતો . ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સંદર્ભે પોલીસે પાંચ હવસખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(1:07 am IST)