Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નર્મદા જિલ્લામાં પી.એમ.ગરીબ કલ્યાણ યોજના હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજનાનાં ૧.૨૧ લાખ મહિલા બચત ખાતામાં ૬.૦૫ કરોડની રકમ જમા કરાઇ

તા. ૩ અને ૪ થી એપ્રિલ દરમિયાન ૫૮૦૦ જેટલાં જનધન યોજનાના મહિલા ખાતેદારોને રૂ..૫૦૦ લેખે કુલ રૂ.૯ લાખની કરાયેલી ચૂકવણી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નોવેલ કોરોના વાયરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી પી.એમ.ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનામાં બચતખાતું ધરાવનાર .૨૧ લાખ જેટલા મહિલા બચત ખાતાધારકોના ખાતામાં સરકાર તરફથી એપ્રિલ -૨૦૨૦ ના માસ માટે રૂ.. .૦૫ કરોડની રકમ જમા કરવામા આવી છે. જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એકસાથે ભેગા થાય અને Social Distance જળવાઇ રહે તે માટે જમા થયેલ ઉક્ત રકમના ઉપાડ માટે નક્કી કરાયેલા જુદા જુદા તબક્કાઓ મુજબ ગત તા. જી અને થી એપ્રિલ-૨૦૨૦ ના રોજ કુલ-૫૮૦૦ ખાતેદાર મહિલાઓને કુલ રૂ..૨૯ લાખની રકમની ચુકવણી કરવામાં આવી છે.

 

  નર્મદા જિલ્લાના લીડ ડિસ્ટ્રીક્ટ બેન્ક મેનેજર ગોવિંદ પ્રજાપતિએ આપેલી જાણકારીમાં વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ૨૫૧ લાખ બચત ખાતમાં કુલ .૫૧ લાખ બચત ખાતા પૈકી કુલ .૨૧ લાખ મહિલા બચત ખાતાધારકો છે. અને મહિલા બચત ખાતાધારકોના ખાતામાં એપ્રિલ- ૨૦૨૦ ના માસ માટે સરકાર તરફથી પ્રત્યેક મહિલા લાભાર્થી ખાતાધારકદીઠ રૂ.૫૦૦/- લેખે રકમ જમા કરાઇ છે.જિલ્લામાં કુલ-૬૩ બેન્ક/શાખાઓ કાર્યરત છે, તે પૈકી ૪૭ બેંક/શાખામાં જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. પ્રજાપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, બેન્કમિત્ર (BC) પોઇન્ટ પર પણ પેમેન્ટ કરવામાં આવે છે. પોસ્ટ પેમેન્ટ પોઇન્ટ દ્વારા પણ બેન્કનાં ખાતાધારકોને નાણાં ઉપાડવાની સગવડ છે. બેન્કની બધી શાખાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે સર્કલ દોરવાની સાથે મંડપ-ખુરશી-પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઇ છે.બેન્કના કર્મચારી તેમજ ગ્રાહકોને સેનેટાઇઝર આપીને બેન્કમાં પ્રવેશ આપવામાં આવે છે.
 
લીડ ડિસ્ટીક્ટ બેન્ક મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિએ આજે રાજપીપળા શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, પંજાબ નેશનલ બેન્ક, સિન્ડીકેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, ભદામની બેન્ક ઓફ બરોડા વગેરેની મુલાકાત લઇને જે તે બેન્કની શાખાઓમાં બેન્કીંગ સેવાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સાથે સમીક્ષા કરી હતી. પ્રજાપતિએ ગત શુક્રવારે પણ જિલ્લાના સાગબારા, દેડીયાપાડા તાલુકામા ગ્રામીણ વિસ્તારમાં વિવિધ બેન્કોની મુલાકાત પણ લીધી હતી અને જે તે બેન્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

(9:44 pm IST)