Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

પાક વીમાના પ્રશ્ને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના ગાંધીનગર કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણા

વીમા કંપની સાથે સરકારની સાંઠગાંઠને કારણે ખેડૂતોને હાલાકી થતી હોવાનો આરોપ

 

ગાંધીનગર : પાક વીમા પ્રશ્ને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ગાંધીનગર સ્થિત કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણાં કર્યા હતા પાક વીમાની ચુકવણી કરવાની વિસંગતતાઓ અને કેવી રીતે પાક વીમાની ચુકવણી કરવામાં આવી તેનો હિસાબ માગવા કૃષિ નિયામકની ચેમ્બરમાં બપોરથી ધરણાં પર બેઠા છે.

  પાક વિમાને લઇને મળી રહેલા અસંતોષને કારણે કોંગ્રેસના ધારાસભ્યો પોતાને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ધરણાં કરશે. ખેડૂતોને મળી રહેલા અશંતોષ કારક જવાબને કારણે ધરણાં કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો કે વિમા કંપની અને સરકારની સાઠગાઠ છે. અને ખેડૂતોનો પડી રહેલી તકલીફ માટે સરકાર જ જવાબદાર છે. અને સરકાર 0.15 ટકા પાક વિમો મંજૂર કર્યો છે. તો તેનો હિસાબ આપવો જોઇએ, નક્કી આમાં કોઇ ગોલમાલ થયો છે એ નક્કી છે.

(12:20 am IST)