Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

પેટલાદના શેખડીમાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું: મહિલાને માથામાં પથ્થરમારી ઇજા પહોંચાડતા ફરિયાદ

પેટલાદ: શહેરના શેખડી રોડ ઉપર ગઈકાલે સવારના સુમારે ઉકરડો બનાવવાની બાબતે એક મહિલાને માથામાં પથ્થર મારીને ઈજાઓ પહોંચાડતા અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર શેખડી રોડ ઉપર આવેલી માતૃકૃપા સોસાયટીમાં રહેતા નટુભાઈ ઝવેરભાઈ પટેલે ખુલ્લી જગ્યામાં ઉકરડો બનાવ્યો હતો જે બાબતે નજીકમાં રહેતા આશીષભાઈ રમેશભાઈ પટેલ સાથે ઝઘડાઓ ચાલતા હતા. ગઈકાલે સવારના સાડા દશેક વાગ્યાના સુમારે નટુભાઈના પત્ની મંજુલાબેન વાસીદું નાંખવા માટે ગયા હતા ત્યારે આશીષભાઈએ અહીંયા ઉકરડો નથી બનાવવાનો તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને માથાના પાછળના ભાગે પથ્થર મારી દેતાં લોહી નીકળ્યું હતુ. ત્યારબાદ લાકડી લઈને મારવા દોડી આવી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(5:34 pm IST)