Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં સૂકા કચરામાં લાગી આગ ભભૂકી

અંકલેશ્વર પીરામણ ગામ વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટની બાજુમાં સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. આગે ધીમે ધીમે મોટું સ્વરૂપ પકડતા છેવટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.

    અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો. આ આગમાં કોઇ પણ વ્યક્તિને જાનહાની પહોંચી નથી અને કોઈપણ જાતનું આર્થિક નુકશાન થવા પામ્યું નથી. હાલ આગ સંપૂર્ણ રીતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં મેળવી છે. .

(6:19 pm IST)