Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

તિલકવાડાના ગેગડીયા ગામની ૧૯ વર્ષીય યુવતી કોઈને કહ્યા વગર ચાલી જતા માતાએ પોલીસનું શરણું લીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ના ગેગડીયા ગામની યુવતી ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વિના ક્યાંક ચાલી જતા માતા એ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે
પ્રાપ્ત માહિતી મુજબ ગેગાડીયા ગામના નયનાબેન ઉર્ફે સુમીત્રાબેન ભુપેન્દ્રભાઇ બારીયાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની છોકરી નામે કરીશમાબેન પોતાના ઘરમાં કોઇને પણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે.અને શરીરે પાતળી કાઠીની છે અને શરીરે કાળા કલરની ટી શર્ટ પહેરેલ છે.અને આછા ગુલાબી કલરનો પ્લાઝો પહેરેલ છે તે રંગે ધઉવર્ણની (ઉ.વ .૧૯ )તેને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે,જે ગુમ થતા તેની ઘણી શોધખોળ બાદ કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસે તેની શોધખોળ આદરી છે

(10:19 pm IST)
  • ચૂંટણીઓના લીધે સંસદ સ્થગીત કરો : મમતાના ટીએમસીએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે સંસદ સત્ર સ્થગિત કરવાની માંગ કરી છે. access_time 11:18 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 2:59 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST