Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજપીપળા દરબાર રોડ પર ગાયના વાછરડા પર સ્વાનોએ હુમલો કરતા વીએચપી ના કાર્યકરો મદદે દોડ્યા

રખડતા જાનવરોનો ત્રાસ સ્થાનિકો સહિત પશુઓના બચ્ચાઓને પણ ખતરારૂપ હોય તંત્ર પાંજરાપોળની સુવિધા ઉભી કરે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં મુખ્ય માર્ગો સહિત સાંકડી ગલીઓમાં રખડતા પશુઓનો ત્રાસ ઘણા વર્ષો થી જોવા મળે છે છતાં તંત્ર આ માટે કોઈ નક્કર પગલાં લેતું ન હોય સ્થાનિકો માટે જોખમરૂપ છે ત્યારે ગતરાત્રે દરબાર રોડ પર એક ગાયના વાછરડા પર કેટલાક સ્વાનોએ એટેક કરી ઘાયલ કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દરમિયાનગીરી કરી પશુ હેલ્પલાઇનને જાણ કરતા 1962 હેલ્પલાઇન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચ્ચાને જરૂરી સારવાર આપી હતી આમ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ સ્થળ પરજ સારવાર અપાવી વાછરડા ની જિંદગી બચાવી હતી.
 

(10:12 pm IST)