Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શનિવારથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી પહોંચી શકે છે

હવામાન વિભાગે મોટી આગાહી કરી : અમદાવાદમાં ચાર દિવસ ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે પરંતુ ૧૩ માર્ચથી ગરમીનું જોર વધશે

અમદાવાદ,તા. : ગુજરાતમાં દિવસે ગરમી અને વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે. પરંતુ ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૩ માર્ચથી ગરમી ૪૦ ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી ૧૪ શહેરનો પારો ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે રવિવારે અમદાવાદમાં ૩૭. ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૭. અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯. ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં આગામી ચાર દિવસ ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ ૧૩ માર્ચથી ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે તાપમાન ૪૦ ડિગ્રીએ પણ પહોંચી શકે છે. રવિવાર દરમિયાન ૩૭. ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. સિવાય રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૩૭., ગાંધીનગરમાં ૩૬., વલ્લભ વિદ્યાનગરમાં ૩૬., વડોદરામાં ૩૬., ડીસામાં ૩૬., સુરતમાં ૩૫., કેશોદ-ભાવનગરમાં ૩૫., ભૂજમાં ૩૫, દીવમાં ૩૨., વલસાડમાં ૩૪. ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે.

સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૩૮-૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા છે. ઉપરાંત ૧૫મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.

(9:07 pm IST)
  • સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ : સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે પણ તેનો સમય ઘટવાની શકયતા છે કેમકે મોટાભાગના ટોચના રાજકારણીઓ માર્ચ-એપ્રિલમાં થનારી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહેશે. access_time 3:02 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના આંક ૧૧ હજારને ટપી ગયો, એકલા પુણેમાં કોરોના આંક બે હજારથી વધુ થયો, મુંબઈ અને નાગપુરમાં તેરસો-તેરસો નવા કેસ નોંધાયા: પંજાબમાં ૧ હજાર ઉપર નવા કોરોના કેસ: ગુજરાતમાં આંકડો પોણા છસ્સો ઉપર રહ્યો, ૪ મહાનગરો રાજકોટમાં ૫૮, વડોદરામાં ૭૦, સુરતમાં ૧૨૫ અને અમદાવાદમાં ૧૨૭ કોરોનાના નવા કેસ નોંધાયા: મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ ત્રણ રાજ્યોમાં 14 હજારથી વધુ નવા કેસો access_time 10:23 am IST

  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST