Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજ્યમાં વાહનની પરમીટ સરન્ડર પ્રક્રિયા ફેસલેશ કરાઇ

અમદાવાદ : રાજ્યના વાહન માલિકોના સમયનો અને શક્તિનો બચાવ થાય તે હેતુથી વાહનની પરમીટ સરન્ડરની પ્રક્રિયા ફેસલેશ કરવામાં આવી છે. જે અંતર્ગત અરજદારો  parivahan.gov.in  પોર્ટલ પર આ ઓનલાઇન સેવાનો લાભ લઈ શકે છે. પરમીટ સરન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ ફ્લો  cot.gujarat.gov.in પરથી અરજદારો ડાઉનલોડ કરી શકશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.

(8:43 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 2:59 pm IST

  • વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે : વિજયભાઈ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વ્હેલાસર યોજાશે તેવા સમાચારો વહેતા થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્હેલી ચૂંટણીને નકારી કાઢતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે access_time 4:58 pm IST