Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદમાં પોલીસ જ અસુરક્ષિત:છેલ્લા 2 વર્ષમાં પોલીસ પર 142 હુમલાની ઘટના : 46 આરોપીઓ હજુ પકડથી દૂર

72 ઘટનામાં 327 આરોપીઓ સામે કાર્યવાહી અને 70 કિસ્સામાં 323 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ

અમદાવાદ :અમદાવાદ શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યુ છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં પોલીસની 142 હુમલાની ઘટના બની છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન દરિયાપુરના ધારાસભ્ય દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો છે.

 દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી/કર્મચારી પર હુમલાના બનાવો અંગે સવાલ પૂછ્યો હતો. જેનો મુખ્યમંત્રી (ગૃહ) જવાબ આપ્યો હતો. ગ્યાસુદ્દીન શેખે પૂછ્યુ હતું કે 31 જાન્યુઆરી 2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી/ કર્મચારી પર હુમલાના કેટલા બનાવો બન્યા છે.

સરકારે કોંગ્રેસના ધારાસભ્યને જવાબ આપતા કહ્યુ કે, 1 ફેબ્રુઆરી 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી 72 ઘટના તેમજ 1 ફેબ્રુઆરી 2020થી 31 જાન્યુઆરી 2021 વચ્ચે હુમલાની 70 ઘટનાઓ બની છે.

આ દરમિયાન 72 ઘટનામાં 327 આરોપીઓ સામે કાર્યવાહી તેમજ 70 કિસ્સામાં 323 શખ્શો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 46 આરોપીઓ સામે કાર્યવાહી કરવાની બાકી છે. સરકારે કાર્યવાહી કરવાની બાકી હોવાના કારણ જણાવતા કહ્યુ કે, આરોપી દ્વારા નામદાર કોર્ટમાંથી સ્ટે મેળવેલ છે, આરોપીના નામ, સરનામાની અધુરી વિગત તેમજ આરોપી ભાગેડુ જાહેર થવાનું કારણ જણાવ્યુ હતું

(6:34 pm IST)