Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પ્રાંતિજ તાલુકામાં ફતેપુરા જવાના રસ્તા નજીક ક્રેન મશીન ચાલકે 55 વર્ષીય મહિલાને ટક્કર મારતા કમકમાટીભર્યું મોત

પ્રાંતિજ: તાલુકાના મૌછાથી ફતેપુરા જવાના રસ્તા ઉપર હાઈડ્રો ક્રેન મશીન ચલાવતા ચાલકે પોતાના કબજા હેઠળના મશીનને પુરઝડપે,બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવતા રસ્તા ઉપરથી પસાર થતી ૫૫ વર્ષીય મહિલાને  ટક્કર મારતાં મોત નિપજયું હતું ચાલક મશીનને ઘટના સ્થળે મૂકી ભાગી છૂટયો હતો. પોલીસે અજાણ્યા યુવક વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શનિવારના રોજ સવારે ૧૦ વાગે પ્રાંતિજ તાલુકાના મૌછાથી ફતેપુર જવાના માર્ગ પર હાઈડ્રો ક્રેન મશીન ચલાવતા ચાલકે  પોતાના કબજા હેઠળના મશીનને  બેદરકારી,પૂર ઝડપે અને માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા રોડ પરથી પસાર થતા લક્ષ્મીબેન ભિખુસિંહ પરમાર (ઉ.વર્ષ.૫૫)ને ક્રેઈન ચાલકે પાછળના ભાગે જોરદાર ટક્કર મારતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લક્ષ્મીબેન પરમારનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.

(5:48 pm IST)