Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગાંધીનગર નજીક ઇન્ફોસિટી પોલીસની ટીમે બાતમીના આધારે કોબાના વણકરવાસમાં દરોડા પાડી ઘરમાંથી વિદેશી દારૂની 23 બોટલો જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છ ત્યારે ઈન્ફોસીટી પોલીસની ટીમે બાતમીના આધારે કોબાના વણકરવાસમાં દરોડો પાડીને યુવાનના ઘરમાંથી વિદેશી દારૃની ર૩ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ઈન્ફોસીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નવા કોબા ગામે વણકરવાસમાં વિશાલ વિનોદભાઈ રાઠોડ નામનો યુવાન તેના ઘરે વિદેશી દારૃ રાખીને વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને તેના ઘરમાંથી વિદેશી દારૃની ર૩ જેટલી બોટલ કબ્જે કરી હતી. ૮૦૫૦ રૃપિયાના દારૃના જથ્થા સાથે આ યુવાનને ઝડપી લઈ તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:47 pm IST)