Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરામાં લકવાની બીમારીથી કંટાળી 50 વર્ષીય મહિલાએ ઘરે કેરોસિન છાંટી દેહ પર અગ્નિચાંપી દેતા સારવાર દરમ્યાન મોત

વડોદરા : લકવાની બીમારીથી કંટાળીને ૫૦ વર્ષની મહિલાએ ગઇકાલે પોતાના ઘરે ે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન  કરી લીધુ હતું.સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડીરાતે તેમનું મોત થયુ છે.

આર.વી.દેસાઇ રોડ પર રહેતા ગીતાબેન વસંતભાઇ માળીને છ વર્ષ પહેલા લકવાની બીમારી થઇ હતી.જેની સારવાર ચાલુ  હતી.પરંતુ,લકવાની અસર ઓછી થઇ નહતી.ગઇકાલે સાંજે ગીતાબેને જાતે પોતાના શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દેતા તેઓ ભડભડ સળગવા લાગ્યા હતા.આગની પીડા સહન નહી થતા ેતેમણે બૂમાબૂમ કરતા  પરિવારજનો તથા પાડોશીઓ દોડી આવ્યા હતા.અને ગીતાબેનની આગ બુઝાવી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.દરમિયાન મોડીરાતે બે વાગ્યે તેમનું મોત નિપજતા નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,ગીતાબેને લકવાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવી દીધુ છે.

(5:43 pm IST)