Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરાના બાપોદ વિસ્તારમાં બેલ્ટ ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી બે ગઠિયા વેપારીની નજર સેરવી કાઉન્ટર પર રાખેલ મોબાઈલ ચોરી છનનન.....

વડોદરા: શહેરના બાપોદ વિસ્તારમાં બેલ્ટ (પટ્ટો ) ખરીદવાના  બહાને દુકાનમાં પ્રવેશેલા બે ગઠિયા વેપારીની નજર ચૂકવી કાઉન્ટર ઉપર મુકેલો મોબાઈલ ફોન ચોરી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી  સોસાયટીમાં રહેતા જયદીપભાઇ લુલ્લા મુખી નગર ત્રણ રસ્તા પાસે દુકાન ધરાવે છે ગઈકાલે બપોરના સમયે તેઓ દુકાન પર હાજર હતા અને પોતાનો મોબાઈલ કાઉન્ટર ઉપર મૂક્યો હતો તે  વખતે બે અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશી અલગ-અલગ બેલ્ટ (પટ્ટા) ચકાસ્યા હતા. આ સમયે વેપારીની નજર ચૂકવી રૂપિયા 8,000 ની કિંમત ધરાવતા મોબાઈલ ફોન ની ચોરી કરી બંને શખ્સો બેલ્ટ પસંદ આવ્યો નથી તેમ જણાવી રવાના થઇ ગયા હતા.

(5:34 pm IST)
  • સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ : સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે પણ તેનો સમય ઘટવાની શકયતા છે કેમકે મોટાભાગના ટોચના રાજકારણીઓ માર્ચ-એપ્રિલમાં થનારી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહેશે. access_time 3:02 pm IST

  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્ય, કચ્છ સાધુ સમાજના અધ્યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્છના યોગી શ્રી પૂજ્ય દેવનાથ યોગીજી એ આજે કોરોના રસી નો પ્રથમ ડોઝ લીધો access_time 8:45 pm IST