Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રસ્તાના કામો માટે એક કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકારની ભેટ

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભા ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા ધારાસભ્યો ને તેમના મત વિસ્તારમાં રસ્તાના કામો માટે રૂપિયા એક કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. 
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વવાળી અમારી સરકારે મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની ભેટ આપી છે જેનો લાભ ૧૩ મહિલા ધારાસભ્યઓને મળશે. આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ કક્ષાએ રસ્તાના કામો તથા કોર્પોરેશન વિસ્તારના મહિલા ધારાસભ્યઓને કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાના કામો માટે ફાળવાશે જે સંબંધિત કોર્પોરેશનને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(7:05 pm IST)