Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણીઃ મહિલા તાલીમાર્થીઓએ આંખે પાટા બાંધીને નિશાન ટાંક્‍યા

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની  ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા હતા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું છે.

ખરા અર્થમાં મહીલા કેટલી તાકાતવર છે તે માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સૌ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે પોલીસ મહિલા તાલીમાર્થીઓએ જૂડો, કરાટે, રેસલિંગ કરી કરતબ બતાવ્યા. સાથે સાથે SRT દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરીને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું. મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાઇફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.

ત્યારે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં આયશાના આપઘાતબાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે. સરકારે થ્રિ લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50 થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું.

ખાસ હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેકટની વાત કરીએ તો ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી.

આ પૂરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટર જેસીપી, 10 થી વધુ ડીસીપી અને 15 થી વધુ એસીપીની કમિટીને અલગ અલગ જવાબદારીઓ સોપાઇ છે. બે જેટલા પ્રોજેક્ટનું કામ શરૂ થઇને પૂર્ણ થવાના આરે છે. જ્યારે અન્ય કાર્ય અન્ડર વર્કિંગ પ્રોસેસ છે. ત્યારે શહેરમાં વધતા છેડતી, બળાત્કાર જેવા ગુનાને રોકવા હવે આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે અને તેનાથી વર્ષો બાદ અસામાજીક તત્વો પર કેવો અંકુશ પોલીસ લાવી શકે છે તે જોવું રહ્યું.

(5:21 pm IST)
  • સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા : NSG એ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રથમ વખત તેની એલીટ મહિલા કમાન્ડો ટીમનો ફોટો બહાર પાડ્યો. access_time 7:16 pm IST

  • ૧૯પ૯માં જસવંતિબેન જમનાદાસ પોપટે અન્‍ય ૬ મહિલાઓ સાથે ફકત ૮૦ રૂપિયાની મૂડીથી લીજ્જત મહિલા ગૃહ ઉદ્યોગ લીજ્જત પાપડની શરૂઆત કરી. જેનો બીઝનેસ આજે ૧૦૦૦ કરોડથી પણ વધારે છે. access_time 3:55 pm IST

  • ૧૯૦૯માં જન્મેલ સુમતિ મોરારજી ૧૯પ૭માં શીપ ઓનર્સ એસોસીએશનના પહેલા પ્રમુખ બન્યા હતા. ૧૯૭૦માં તે વર્લ્ડ શીપીંગ ફેડેરશનના ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. access_time 3:01 pm IST