Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અંબાજી -સોમનાથ-પાલીતાણા- દ્વારકા વચ્‍ચે હેલીકોપ્‍ટર સેવા શરૂ કરાશેઃ વિજયભાઇ

માં અંબાના દર્શન કરતા મુખ્‍યમંત્રી વિજયભાઇ - અંજલીબેન

પાલનપુરઃ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધર્મપત્‍નિ અંજલીબેન સાથે અંબાજી ખાતે માં અંબાને શીશ ઝુકાવી આર્શીવાદ લીધા હતા. વિજયભાઇએ જણાવેલ કે ગુજરાતનાં ધાર્મિક સ્‍થળો અંબાજી, સોમનાથ, પાલીતાણા દ્વારા વગેરે જગ્‍યાઓએ શ્રધ્‍ધાળુઓને ઝડપથી પહોંચવા માટે સરકાર હેલીકોપ્‍ટર સેવા શરૂ કરવા જઇ રહી છે.રાજય સરકારે ધાર્મિક સ્‍થળોએ હેલીકોપ્‍ટર સેવા શરૂ કરવા આ વખતના બજેટમાં જોગવાઇ પણ કરી છે. અંબાજી શહેરનું યોજનાબધ્‍ધ રીતે વિકાસ કરાશે. માસ્‍ટર પ્‍લાન જલ્‍દીથી પુરો કરાશે. અહીં દર્શને આવતા લાખો ભકતોને પ્રાથમીક સુવીધા સહીત અન્‍ય બહેતર વ્‍યવસ્‍થા મળે તે માટે અંબાજી ડેવલપમેન્‍ટ ઓથોરીટીને સુદ્‌ઢ બનાવાશે. જે માટે ઉચ્‍ચ સ્‍તરીય સમિતિની બેઠક ગાંધીનગરમાં થશે. આ અવસરે સાંસદ પરબતભાઇ પટેલ, કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધીકારી અજય દહીયા સહીતના અધિકારીઓ તથા ટ્રસ્‍ટના પ્રશાસક એસ.જે.ચાવડા હાજર રહેલ.

(4:40 pm IST)