Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

૬ મહાનગરોના મેયરો - ડે. મેયરો નક્કી કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૮ :. આજે ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડ મળ્યુ છે. તાજેતરમાં રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ છ નગરપાલિકાના મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન નક્કી કરવા માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી છે. છ એ છે કોર્પોરેશનોમાં તા. ૧૦ થી ૧૨ માર્ચ વચ્ચે મેયર, ડે.મેયરની ચૂંટણી છે.

આજે મોડી સાંજ સુધીમાં આ પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પસંદગીમા એવા વ્યકિતઓની પસંદગી કરવામાં આવશે કે જેમની છબી સારી હોય.

આજની આ પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠનના હોદેદારો ઉપસ્થિત છે.

આજે સવારે અમદાવાદ, વડોદરા, સુરતની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બપોર બાદ રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

(4:13 pm IST)